શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં જલાલ ચોકમાં ભાડાની ઓરડીમાંથી ૪૦૦ લીટર દેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી લઈને મુદામાલ કબજે લીધો છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કાલિકા પ્લોટ જલાલ ચોક પાસે ભાડાની ઓરડીમાં આરોપી રેહાન ઇમરાન પલેજા ભાડાની ઓરડીમાં દેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીની ઓરડીમાંથી દેશી દારૂ ૪૦૦ લીટર કીમત રૂ ૮૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી રેહાન પલેજાને ઝડપી લીધો છે અન્ય આરોપી શાન્બાજ આશીફ મીર રહે ધ્રાંગધ્રા વાળાનું નામ ખુલતા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
