R R Gujarat

મોરબી બાર એસોની ચુંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી બિનહરીફ ચૂંટાયા

મોરબી બાર એસોની ચુંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી બિનહરીફ ચૂંટાયા

જોઈન્ટ સેક્રેટરી અને કારોબારી પદ માટે ચુંટણી સંપન્ન થઇ

મોરબી બાર એસોની ચુંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી તેમજ મહિલા પ્રતિનિધિ અને ટ્રેઝરર (મહિલા) ની બિન હરીફ વરણી થઇ હતી માત્ર જોઈન્ટ સેક્રેટરી અને કારોબારી પદ માટે ચુંટણી યોજાઈ હતી જેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે

 

મોરબી બાર એસોના પ્રમુખ તરીકે અગેચણીયા દિલીપભાઈ, ઉપપ્રમુખ તરીકે દીપકભાઈ પારઘી, સેક્રેટરી તરીકે ધ્રુવીલ ભીમાણીની બિન હરીફ વરણી થવા પામી છે તે ઉપરાંત કારોબારી પદમાં મહિલા અનામત સીટમાં મહેશ્વરી હેતલબેન, મહિલા પ્રતિનિધિમાં કોઠારી ખુશ્બુબેન અને ટ્રેઝરર (મહિલા) તરીકે વાઘડીયા નિધીબેનની બિન હરીફ વરણી થવા પામી છે

 

આજે જોઈન્ટ સેક્રેટરી માટે બે ડાભી અતુલ અને સોલંકી જીતેનભાઈ વચ્ચે ચુંટણી માટે મતદાન યોજાયું હતું જેમાં ૨૯૯ મતો મેળવી સોલંકી જીતેનભાઈ વિજેતા બન્યા હતા તે ઉપરાંત કારોબારી પદ માટેની ચુંટણીમાં કણઝારીયા પ્રદીપભાઈ, પારેજીયા યોગેશભાઈ, જોષી દેવીપ્રસાદ, આદ્રોજા ઘનશ્યામભાઈ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે