મોરબીના ગ્રામ્ય પંથકમાં રહેતા સાવકા પિતાએ મુક બધીર દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું બનાવ મામલે ભોગ બનનારની માતાએ પોલીસ મથકમાં આરોપી સાવકા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ગઈકાલે સાંજના સુમારે દુષ્કર્મ આચર્યા બાદ સાવકા પિતાનું મોત થયું હતું જેથી સાવકા પિતાની હત્યા થઇ છે કે શું તે દિશામાં પોલીસે તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ભોગ બનનાર યુવતીની માતાએ પોલીસ મથકમાં આરોપી સાવકા પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભોગ બનનારની દીકરીને સાવકો પિતા થતો હોય અને છરી ગળે રાખી ધમકાવી ૨૪ વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું વધુમાં સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ દુષ્કર્મનો ભોગ બનનાર યુવતી દિવ્યાંગ હોવાનું જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે સાવકા પિતાએ દીકરી પર દુષ્કર્મ આચરી પવિત્ર સંબંધોને લાંછન લગાડ્યું હતું તો બનાવ બાદ આરોપી સાવકા પિતાનું મોત થયું હતું આરોપી સાવકા પિતાની હત્યાની આશંકા સાથે પોલીસ ટીમ તપાસ ચલાવી રહી છે અને જો હત્યા થઇ છે તો હત્યા તેની પત્નીએ જ કરી કે અન્ય કોઈએ તે મોટો સવાલ છે