મોરબીના ગ્રામ્ય પંથકમાં રહેતા સાવકા પિતાએ મુક બધીર દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું બનાવ મામલે ભોગ બનનારની માતાએ પોલીસ મથકમાં આરોપી સાવકા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તેમજ દુષ્કર્મના આરોપી સાવકા પિતાની હત્યા થઈ હોય જે બનાવ અંગે પોલીસે મૃતકની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના ગ્રામ્ય પથકમાં ભોગ બનનાર યુવતીની માતાએ પોલીસ મથકમાં આરોપી સાવકા પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભોગ બનનારની દીકરીને સાવકો પિતા થતો હોય અને છરી ગળે રાખી ધમકાવી ૨૪ વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું વધુમાં સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ દુષ્કર્મનો ભોગ બનનાર યુવતી દિવ્યાંગ હોવાનું જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
દુષ્કર્મના આરોપી સાવકા પિતાની પત્નીએ કરી હત્યા
દુષ્કર્મની ઘટના બાદ આરોપી સાવકા પિતાનું મોત થયું હતું શરીર પર કોઈ બાહરી ઇજાના નિશાન કે અન્ય કાઇ જોવા મળ્યું ના હતું પરંતુ દુષ્કર્મનો બનાવ બન્યો હોવાથી સાવકા પિતાની હત્યાની પ્રબળ આશંકા પોલીસને જોવા મળી હતી અને આધેડની હત્યા થઈ હોવાનું ખૂલ્યું હતું મૃતકના ભાઈની ફરિયાદને આધારે તાલુકા પોલીસે મૃતકના પત્ની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે આરોપી પત્નીએ પતિને શરીરના છાતીના ભાગે પાટાઑ માર્યા હતા જેથી છાતીના ભાગે ગંભીર ઇજા થતાં મોત થયું હોવાની ફરિયાદ નોંધાવી છે