R R Gujarat

મોરબીમાં મધ્યપ્રદેશથી આઇસરમાં પૂઠાની આડમાં દારૂનો જથ્થો ભરી ગુજરાતમાં ધુસાડ્યો, એલસીબીએ ઝડપી પાડ્યો

મોરબીમાં મધ્યપ્રદેશથી આઇસરમાં પૂઠાની આડમાં દારૂનો જથ્થો ભરી ગુજરાતમાં ધુસાડ્યો,  એલસીબીએ ઝડપી પાડ્યો

બુટલેગરો દારૂની હેરાફેરી માટે અનેક નુસકાઓ અપનાવતા હોય છે પરંતુ પોલીસ પણ સક્રિય થઈને તમામ નુસકાઓ પર પાણી ફેરવતી હોય તેમ વાંકાનેર જડેશ્વર રોડ પર આઈસર  ચોરખાનું બનાવીને પૂઠાની આડમાં લઇ જવામાં આવતા દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે 

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે આઈસર જીજે ૦૩ બીવાય ૧૪૫૧ વાળું વાંકાનેર થી જડેશ્વર રોડ પર થઈને ટંકારા તરફ જઈ રહ્યું છે અને ડ્રાઈવર કેબીનની પાછળ આઈસરની બોડીમાં એક ચોરખાનું બનાવેલ છે જેમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે વાંકાનેરના રાતીદેવડી નજીક વોચ ગોઠવતા હકીકતના આધારે કન્ટેનર પસાર થતા તેને રોકી તલાસી લેતા આઈસરમાં પાછળના ભાગમાં પૂઠા ભરેલ હોય અને ડ્રાઈવરની પાછળની સાઈડ કન્ટેનરમાં ચોરખાનું બનાવ્યું હોય જેમાંથી વિદેશી દારૂની બોટલ ૪૯૪૪ કીમત રૂ.૮,૧૦,૪૮૦ મળી આવતા આઈસર  ચલાક અને કલીનર સબ્બીર ઉર્ફે સબ્બો કાસમભાઈ મિયાણા રહે-ધ્રાંગધ્રા અને સોયબ ઉમરભાઈ જામ રહે-ધ્રાંગધ્રા ને ધરપકડ કરી દારૂ સહીત મોબાઈલ નંગ ૧ કીમત રૂ.૧૦,૦૦૦ આઈસર કીમત રૂ.૧૨,૦૦,૦૦૦, આઈસરના કાગળો, ફાસ્ટટેગ, બિલ્ટી, આરોપી સબ્બીરનું ડ્રાઈવર લાયનસ,પાનું-૧,નટ બોલ્ટ સહિતનો કુલ મુદામાલ કીમત રૂ.૨૨,૨૮,૦૭૮ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે 

આરોપીઓ આઈસરમાં પાછળના ભાગે પૂઠાના બોક્સનો સમાન ભરી તેની આડમાં ડ્રાઈવર કેબીનની પાછળ આઈસરની બોડીમાં ચોરખાનું બનાવી તેમાં મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો ભરી બોર્ડર પર પૂઠાના બોક્સની બિલ્ટી બતાવી દારૂ ગુજરાતમાં ધુસડેલ હોવાની કબુલાત આપી હતી