R R Gujarat

વાંકાનેરના માટેલ ગામે પતિ સાથ નાસ્તો કરવા અંગે ઝઘડો થતા પત્નીએ આપઘાત કર્યો

વાંકાનેરના માટેલ ગામે પતિ સાથ નાસ્તો કરવા અંગે ઝઘડો થતા પત્નીએ આપઘાત કર્યો

માટેલ ગામમાં સવારે નાસ્તો કરવા બાબતે પતિ સાથે ઝઘડો થતા મનમાં લાગી આવતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે

 

મૂળ ઓરિસ્સાના રહેવાસી હાલ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં એસેન્ટ સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહીને કામ કરતા રીટાસિંગ ઘનશ્યામસિંગ આદિવાસી (ઉ.વ.૨૨) નામની પરિણીતાએ પોતાની રૂમ બંધ કરી ચુંદડી બાંધી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બનાવ અંગે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક રીટાસિંગને પતિ સાથે સવારનો નાસ્તો કરવા બાબતે ઝઘડો થતા તેઓ રિસાઈ ગયા હતા અને પતિ બહાર જતા રૂમ બંધ કરી ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મૃતકનો લગ્નગાળો ચાર વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે