R R Gujarat

ટંકારાના કલ્યાણપર ગામમાં ચોરએ બંધ મકાનમાં ચોરી કરી સીધો કબ્રસ્તાન પહોંચ્યો 

ટંકારાના કલ્યાણપર ગામમાં ચોરએ બંધ મકાનમાં ચોરી કરી સીધો કબ્રસ્તાન પહોંચ્યો 

જેલમાંથી છૂટ્યા બાદ હાથ આજમાવ્યો ! અર્ટિગા કાર લેવા માટે કરી હતી ચોરી

ટંકારા કલ્યાણપર ગામે ચોરીનો ભેદ ઉકેલાયો છે કબ્રસ્તાનમાંથી દાગીના દાટેલા હાલતમાં મળી આવ્યા હતા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ધોળા દિવસે થયેલી ચોરીના ગુનામાં પોલીસે રીઢા આરોપીની ધરપકડ કરી 25.21 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ગત 14મી તારીખે સવારે 9:30 થી બપોરે 1:30 દરમિયાન જયંતીલાલ ઉજરીયાના બંધ મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું. ઘરેથી રોકડ રકમ, સોનાના મંગળસૂત્ર, દાગીના તથા ચાંદીના આભૂષણ મળી કુલ લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી ગયો હતો. ફરિયાદના આધારે પોલીસ તપાસમાં સ્થાનિક શખ્સ સોહિલ સતારભાઈ દલ પર શંકા જતા એલસીબી ટીમે આગવી રીતે પૂછપરછ કરતાં આરોપીએ ગુનો કબૂલ કર્યો હતો  તેણે ચોરાયેલ દાગીના અને રોકડ ગામની નજીક આવેલા કબ્રસ્તાનમાં દાટી દીધા હોવાનું બહાર આવ્યું હતું 

પોલીસે સ્થળ પરથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂ. 25,21,855નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ તેમજ અન્ય ગુનાઓમાં સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ એલસીબી ટીમના પીઆઈ એમ પી પંડ્યા દ્વારા કરવામાં આવી રહી છે