જેતપર ગામે રહેતા યુવાનના ઘરે આવી ત્રણ ઇસમોએ બોલાચાલી કરી ગાળો અને ધમકી આપી ૫ લાખની કાર, રૂ ૫૦ હજાર રોકડ અને ત્રણ મોબાઈલ સહીત ૬.૦૪ લાખની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થયા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના જેતપર ગામે રહેતા જય સુરેશભાઈ અમૃતિયા (ઉ.વ.૨૫) નામના યુવાને આરોપી પંકજ ચમનભાઈ ગોઠી રહે હળવદ અને બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪ ના રાત્રીના આઠ થી આડા આઠના અરસામાં આરોપી પંકજ અને બે અજાણ્યા ઈસમો કાર લઈને ફરિયાદીના ઘર પાસે આવી ફરિયાદીના માતા અને ભાઈ સાથે ઝઘડો કરી ગાળો અપાઈ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીની કાર જીજે ૩૬ એપી ૪૪૪૭ કીમત રૂ ૫ લાખ, ગાડીમાં રાખેલ રોકડ રૂ ૫૦,૦૦૦ તેમજ ત્રણ મોબાઈલ કીમત રૂ ૫૪,૦૦૦ મળીને કુલ રૂ ૬,૦૪,૦૦૦ ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક ડર બતાવી લૂંટ કરી નાસી ગયા છે મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે


