સાસુ-નણંદ અને દેવરને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા કોર્ટનો આદેશ
મોરબીમાં પરિણીતા આપઘાત કેસમાં પતિ, સાસુ, નણંદ અને દિયર વિરુદ્ધ મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાઈ હતી જે કેસ સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે પતિને કસુરવાન ઠેરવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે જયારે સાસુ, નણંદ અને દિયરને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે
કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૨૭-૦૫-૨૦૧૮ ના રોજ મોરબીના રોહીદાસપરા ભીમરાવનગરમાં રહેતા બીપીનભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા (ઉ.વ.૨૯) વાળાએ આરોપી પતિ ધર્મેન્દ્ર ઉર્ફે મથુરદાસ પોપટ, સાસુ રંજનબેન, નણંદ ચાંદની અને દિયર રાહુલ રહે બધા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના બહેન લલીતાબેને ધર્મેન્દ્ર પોપટ સાથે કોર્ટ લગ્ન કર્યા હતા અને સંતાન ના થતું હોવાના મેણા ટોણા મારી સાસરિયાઓ હેરાન પરેશાન કરતા હતા અને લલીતાબેને ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો હતો બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી
જે કેસ પ્રિન્સિપલ સેશન્સ જજ પી વી શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે 9 સાહેદો તપાસી તેમજ સરકાર પક્ષે ૨૩ પુરાવા રજુ કરવામાં આવ્યા હતા જીલ્લા સરકારી વકીલ વી સી જાનીએ કોર્ટમાં રજુ કરેલ પુરાવા અને ધારદાર દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપી પતિ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ મથુરાદાસ પોપટને ઈપીકો કલમ ૩૦૬ ના ગુનામાં કસુરવાન ઠેરવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ તેમજ દંડ ના ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને ઈપીકો કલમ ૪૯૮ (ક) ના ગુનામાં ૩ વર્ષની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ ફટકાર્યો છે દંડ ના ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ફટકારી છે આરોપીને જુદા જુદા ગુનાઓની સજા એકસાથે ભોગવવાનો હુકમ કર્યો છે અને કાચા કામે ભોગવેલી કેદની સજા મજરે આપવાની રહેશે
તેમજ આરોપી સાસુ રન્જ્બેન મથુરાદાસ પોપટ, દિયર રાહુલ મથુરદાસ પોપટ અને નણંદ ચાંદનીબેન મથુરાદાસ પોપટને ઈપીકો કલમ ૩૦૬,૪૯૮ (એ), ૧૧૪ મુજબના ગુનામાં ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૨૩૫ (૧) મુજબના ગુનાના કામે શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે
