R R Gujarat

વાંકાનેરના રેલવે સ્ટેશન રોડ પર ઇકોની ઠોકરે રાહદારી યુવાનને ઇજા

વાંકાનેરના રેલવે સ્ટેશન રોડ પર ઇકોની ઠોકરે રાહદારી યુવાનને ઇજા

 

વાંકાનેરના રેલવે સ્ટેશન રોડ પરથી 28 વર્ષના યુવાન પગપાળા ચાલીને જતાં હતા ત્યારે ઇકો કારના ચાલકે યુવાનને ઠોકર મારતા પડી જતાં છાતી અને કમરના ભાગે ઇજા પહોંચી હતી

વાંકાનેર મિલ પ્લોટ મિલ કોલોનીમાં રહેતા શહેબાઝ  મેહબૂબ બુખારી (ઉ. વ.28) વાળાએ ઇકો જીજે 36 એફ  3796 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી રેલવે સ્ટેશન રોડ પર પટેલ સમાજ વાડી સામે રોડ પરથી ચાલીને જતાં હતા ત્યારે પુરજડપે ચલાવી યુવાનને ભટકાડી છાતી અને કમરના ભાગે ઇજા પહોંચાડી હતી વાંકાનેર સિટી પોલીસે ઇકો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે