નવા દેવળીયા ગામના પાટિયા પાસે ખૂંટીયા રસ્તામાં આવતા આઇસર ચાલકે તેને બચાવવા જતાં રાહદારી આધેડને હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું
હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના રહેવાસી ઘનશ્યામભાઈ કરશનભાઇ અઘારાએ અજાણ્યા આઇસર ટ્રક ચાલક વિરુદ્ધહ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 04 ના રોજ અજાણ્યા આઇસર ચાલકે પોતાનો ટ્રક પુરજડપે ચલાવી નીકળતા નવા દેવળીયા ગામના હનુમાનજી મંદિર પાસે બે ખૂટીયા રસ્તામાં આવતા તેને બચાવવા જતાં આઇસર ચાલકે ફરિયાદીના મોટા ભાઈને હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચાડી આઇસર ટ્રક લઈને નાસી ગયો હતો