R R Gujarat

હળવદના મયુરનગર ગામના ઝાપા પાસે પથ્થર ઉપાડી કપાળના ભાગે મારી ઈજા પહોંચાડી

હળવદના મયુરનગર ગામના ઝાપા પાસે પથ્થર ઉપાડી કપાળના ભાગે મારી ઈજા પહોંચાડી


મયુરનગર ગામના ઝાપા પાસે એક ઇસમેં આધેડને જાતી પ્રત્યે અપમાનિત કરી ગાળો બોલી ઢીકા પાટું માર મારી પથ્થર ઉપાડી કપાળના ભાગે મારી ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


હળવદના મયુરનગર ગામના અશોકભાઈ હીરાભાઈ સોલંકી (ઉ.વ.૪૫) નામના આધેડે આરોપી જયદીપ દિનેશ ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે અશોકભાઈ સોલંકી ગામના ઝાપા પાસે બેઠા હતા ત્યારે આરોપી જયદીપ આવીને જાતી પ્રત્યે હડધૂત કરી ગાળો બોલી ઢીકા પાટું માર મારવા લાગ્યો હતો અને પથ્થર ઉપાડી અશોકભાઈને કપાળના ભાગે મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે