વાંકાનેર તાલુકાના ઢૂવા ગામે આવેલ ફેક્ટરીમાં કામ કરતી પરિણીતાને તેના પતિએ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે પત્ની અન્ય પુરુષ સાથે વાત કરતી હોવાની શંકા રાખી પતિએ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ઢૂવા પાસે આવેલ સંસ્કાર ટાઇલ્સ કંપનીમાં રહીને કામ કરતાં નિરૂબેન રાજેશભાઇ અમલીયાર (ઉ. વ.35) વાળી મહિલાએ આરોપી પતિ રાજેશ મકના અમલીયાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીના પતિ રાજેશભાઇએ નિરૂબેન અન્ય પુરુષ સાથે વાત કરતાં હોવાની શંકા રાખી ગત તા. 14 ના રોજ લાકડીથી માર મારી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે