મોરબીમાં હત્યા જેવા ગંભીર ગણાતા ગુના સામાન્ય બની ગયા હે છાશવારે હત્યાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે જેમાં મોરબી સિરામિક ફેકટરીમાં કામ કરતા પતિએ પત્નીના ચારિત્ર્ય બાબતે ખોટી શંકા કુશંકા કરી હથિયારના ઘા ઝીકી માથા અને મોઢા પર ગંભીર ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી હતી મોરબી બી ડીવીઝન પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબી ઉંચી માંડલ ગામ પાસે મેગા સીટી સિરામિકમાં રહીને કામ કરતા પહેલવાન ટનટયાભાઈ બારેલા (ઉ.વ.૪૧) વાળાએ આરોપી કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ કુકરીયા બારેલા રહે મધ્યપ્રદેશ વાળા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની ફૈબાની દીકરી બિંદાબેન કાનાભાઈ બારેલાને આરોપી પતિ કાનાભાઈએ ચારિત્ર્ય બાબતે ખોટી શંકા કુશંકા કરી કોઈ હથિયારના માથા અને મોઢા પર ઘા ઝીકી હત્યા કરી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે


