રાતાભેર ગામમાં માતાજીના માંડવામાં મહિલા પોતાના પતિને કોઈ સ્ત્રી સાથે લફરૂ હોવાની વાત કરતા આરોપી પતિ સહિતના ત્રણ ઇસમોએ પત્નીને લોખંડ પાઈપ તેમજ બે દીકરાને ઢીકા પાટું માર મારી ઈજા કરી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
હળવદ તાલુકાના રાતાભેર ગામના રહેવાસી જ્યોતિબેન રાજુભાઈ ઉધરેજાએ આરોપી પતિ રજુ મનસુખ ઉધરેજા, ચંદુ મનસુખ ઉધરેજા અને સુનીતાબેન નટુભાઈ ઉધરેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના પતિ રાજુભાઈને કોઈ સ્ત્રી સાથે લફરૂ હોય જે વાત માતાજીના માંડવામાં કરતા આરોપી પતિ સહિતના ત્રણ ઇસમોએ જ્યોતિબેન સાથે બોલાચાલી કરી આરોપી ચંદુભાઈએ જ્યોતિબેનને માથાના ભાગે લોખંડ પાઈપ મારી ઈજા કરી હતી અને આરોપીઓ દીકરા આકાશ અને અનિકેતને ઢીકાપાટું માર મારી ઈજા કરી હતી હળવદ પોલીસે મારામારીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
- હળવદ જીઆઈડીસી નજીક ફેક્ટરીમાંથી ૧.૫૦ લાખની કિમતનો કેબલ વાયર ચોરી
- મોરબીની યુવતીને લગ્નની લાલચ આપી મુંબઈના ઇસમેં ૮.૫૦ લાખ પડાવ્યા
- મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પરે ડબલસવારી બાઈકને હડફેટે લીધું, એકનું મોત
- મોરબીના રવાપર રોડ પર પેટ્રોલપંપ પાસેથી દારૂની ૧૮ બોટલ સાથે એક ઝડપાયો
- વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકેથી યુવાનનું અપહરણ કરી ૧૭ લાખની ખંડણી માંગી, પાસપોર્ટ પડાવી લીધો