માળિયામાં પતિએ પત્ની સાથે ઝઘડો કરી ગાળો આપી ઢીકા પાટું માર મારી છરી વડે બંને હાથના કાંડા પર તેમજ ગળા પાસે છરકો કરી ઈજા કરી હતી માળિયા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
માળિયા (મી.) તાલુકાના રાસંગપર ગમે રહેતા આશબાઈ યાસીનભાઈ જામે આરોપી પતિ યાસીન જુસબ જામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫ જુનના રોજ રાસંગપર ગોલાઈ બાજુ સંધવાણીની વાડી પાસે આરોપી પતિ યાસીને બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી હતી તેમજ ઢીકા પાટું માર મારી ફરિયાદી આશબાઈને છરી વડે હાથના બંને કાંડા અને ગળા પાસે છરકો કરી ઈજા કરી હતી પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
