રાતાભેર ગામે રહેતા 40 વર્ષીય શ્રમિકને તેની પત્ની ખેતી કામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી મનોમન લાગી આવતા દવા પી લેતા સારવારમાં મોત થયું હતું
મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની અને હાલ હળવદ તાલુકાના રાતાભેર ગામે રહીને ખેતીકામ કરતાં ગોપાલભાઈ છગનભાઇ તડવી (ઉ. વ.40) શ્રમિક ગત તા. 02 એપ્રિલના રોજ રાત્રિના નવેક વાગ્યે રાતાભેર ગામની સીમમાં આવેલ વાડી જંતુનાશક દવા પી લેતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જય સારવારમાં મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક ગોપાલભાઈને તેની પત્ની ખેતીકામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી મનોમન લાગી આવતા મૃતકે જાતે દવા પી લેતા મોત થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે