મોરબી જીલ્લામાં માત્ર દારૂની રેલમછેલ જ નહિ હથિયારોનો ભંડાર ખડકી દેવામાં આવ્યો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે છાશવારે અસામાજિક તત્વો હથિયાર સાથે પકડાતા હોય છે તાજેતરમાં sog ટીમે અન્ય રાજ્યમાંથી હથિયાર પરવાના લેવાના કોભાંડનો પર્દાફાશ કર્યો છે ત્યારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે વિસીપરામાંથી ગેરકાયદે દેશી બંદુક સાથે એક ઈસમને ઝડપી લીધો છે
મોરબીના વિસીપરા સ્મશાન રોડ પર કેશવાનંદ બાપુનો આશ્રમ આવેલ છે જેની નજીક એક ઇસમ શંકાસ્પદ ગતિવિધિ કરતો નજરે પડ્યો હતો જે અંગે સીટી બી ડીવીઝન પોલીસ ટીમને માહિતી મળતા ટીમે તુરંત સ્થળ પર રેડ કરી હતી જ્યાં સ્મશાન રોડ પાસેથી આરોપી વાવડી રોડ પર રહેતો ૩૧ વર્ષીય આરોપી આદિનાભાઈ ઇકબાલભાઈ મકરાણીને ઝડપી લીધો હતો આરોપીની અંગઝડતી લેતા આરોપીના કબજામાંથી દેશી હાથ બનાવટની બંદુક નંગ ૦૧ કીમત રૂ ૫૦૦૦ મળી આવતા હથિયાર કબજે લઈને આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે