R R Gujarat

મોરબીમાં વિવિધ પ્રશ્ને ૫૨ જેટલા અરજદારોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અઢી કલાક સાંભળ્યા

મોરબીમાં વિવિધ પ્રશ્ને ૫૨ જેટલા અરજદારોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અઢી કલાક સાંભળ્યા


ગૃહ રાજ્યમંત્રી મોરબી આવી પહોંચ્યા હતા જીલ્લા એસપી કચેરી ખાતે ગ્રુહ રાજ્યમંત્રીએ વિવિધ પ્રશ્નો અંગે ૫૨ જેટલા અરજદારોને સાંભળ્યા હતા જેમાં કેટલાક પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું જોકે ત્રણ વર્ષ પૂર્વે થયેલી ખોટી જુગાર રેડ મામલે પીઆઈ વિરુદ્ધ કાર્યવાહી ક્યારે કરાશે તેવો સવાલ અરજદારે પૂછ્યો હતો તેમજ જમીન કોભાંડમાં મુખ્ય આરોપી ફરાર હોવા છતાં ગૃહ મંત્રી તમામ આરોપી પકડાઈ ગયાનું જણાવી રહ્યા છે


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે એસપી કચેરી ખાતે ૫૨ અરજદારો અને સંસ્થા આગેવાનો સાથે વન ટૂ વન મીટીંગ કરી હતી ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ અરજદારોએ ઉચ્ચ અધિકારી અને ગૃહ મંત્રીને કરેલા ઈમેલના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા ૫૨ જેટલા અરજદારોને સાંભળ્યા હતા અને મીડિયાને માહિતી આપતા ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે કેટલાક પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો છે તેમજ રેવન્યુ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી જનસંપર્ક કાર્યાલય મોકલી ધારાસભ્ય અને સાંસદ સભ્યોને સાથે રાખી કેવી રીતે મદદ કરી સકાય તેની ચિંતા કરવામાં આવશે તેમજ મોરબી જીલ્લા પોલીસે છેલ્લા ૧૨૫ દિવસમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હોય તે કામગીરીને બિરદાવી હતી મોરબીના રાજપર નજીક તત્કાલીન એ ડીવીઝન પીઆઈ હાલ એલસીબી પીઆઈ પંડ્યાએ કરેલી ખોટી જુગાર રેડ મામલે હર્ષ સંઘવીએ તપાસ ચાલતી હોવાનું જણાવ્યું હતું અને ત્રણ વર્ષથી તપાસ ચાલી રહી છે તેવો પ્રશ્ન પત્રકારોએ પૂછ્યો હતો તેમજ જમીન કોભાંડ અંગે પત્રકારોએ પૂછતાં તમામ આરોપી પકડાઈ ગયાનું જણાવ્યું હતું