ટંકારાના લતીપર રોડ પર બંગાવડી ગામના પાટિયા પાસે આજી બ્રીજ પર ભારે વાહન અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં ટ્રક ચાલકે જાહેરનામાં ભંગ કરી આજી નદી પર આવેલ પુલની બંને સાઈડ ઉભા કરેલ સરકારી ગેટ્રી ગર્ડરને નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબી માર્ગ અને મકાન પેટા વિભાગના અધિક મદદનીશ ઈજનેર રાહુલભાઈ રાજેશભાઈ લખતરીયાએ આરોપી સમીમ મુસ્તાક ખાન રહે રાજસ્થાન વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ટંકારા લતીપર રોડ પર આવેલ આજી બ્રીજ બંગાવડી ગામના પાટિયા પાસે વાળા બ્રીજ પર ભારે વાહન અવરજવર અંગે પ્રતિબંધ ફરમાવતું જીલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું અમલી છે જે બ્રીજ પર ટ્રક ચાલક સમીમ ખાને પોતાનો ટ્રક એચઆર ૪૬ એફ ૩૧૭૮ વાળો પુરઝડપે ચલાવી જાહેરનામાંનો ભંગ કરી આજી નદી પર આવેલ પુલની બંને સાઈડ ઉભા કરેલ સરકારી ગેંટ્રી ગર્ડરને નુકશાન કરી રૂ ૧૫,૦૦૦ નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમો મુજબ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


