લાલપર ગામ નજીક યુવાન બીમાર હોવાથી તેને હોસ્પિટલ લઇ જવા માટે માતા પિતા વાહનની રાહ જોતા હતા અને યુવાન રોડ પર ગયો હતો ત્યારે અજાણ્યા વાહનચાલકે યુવાનને ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મૂળ જામકંડોરણા તાલુકાના સાતુદડ ગામના વતની હાલ મોરબીના લાલપર ગામે રહેતા માવજીભાઈ જીવાભાઈ વેગડાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે દીકરા વિજય (ઉ.વ.૨૮) વાળાની તબિયત સારી ના હોવાથી દવાખાને લઇ જવા લાલપર ગામ પાસે મોરબી વાંકાનેર હાઈવે પર વાહનની રાહ જોતા હતા ત્યારે દીકરો વિજય દોડીને રોડ પર ગયો હતો ત્યારે અજાણ્યા વાહનચાલકે દીકરાને ઠોકર મારતા માથા અને પગમાં ઈજા પહોંચતા બેભાન અવસ્થામાં સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
