R R Gujarat

માળીયાના મોટા ભેલા ગામે ગાડી ધીમે ચલાવવાનું કહેતા માથાકૂટ, પથ્થરના છૂટા ઘા

માળીયાના મોટા ભેલા ગામે ગાડી ધીમે ચલાવવાનું કહેતા માથાકૂટ, પથ્થરના છૂટા ઘા

 

મોટા ભેલાં ગામમાં બે દિવસ પહેલા આરોપી પોતાની ગાડી લઈને નીકળ્યો ત્યારે મહિલાએ તેને ગાડી ધીરે ચલાવવાનું કહ્યું હતું જેનો ખાર રાખી બોલાચાલી કરી આરોપી દીકરા સાથે જઘડો કરી મહિલાના લાકડી લઈને આવી બોલાચાલી કરી પથ્થરના છૂટા ઘા કરી મહિલા અને તેના દીકરાને ઇજા કરી હતી

માળીયા તાલુકાના મોટા ભેલા ગામે રહેતા ભાનુબેન માવજીભાઈ રાઠોડ નામની મહિલાએ આરોપી ભાવેશ ખેંગારભાઈ ગોહેલ સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી બે દિવસ પહેલા તેની શેરીમાંથી પોતાની ગાડી લઈને નીકળ્યો ત્યારે શેરીમાં રહેતા પ્રેમજીભાઈએ તેને ગાડી ધીરે ચલાવવાનું કહ્યું હતું જેથી આરોપી ભાવેશ બોલાચાલી કરી હતી અને નજીકમાં ફરિયાદીના દીકરા જેન્તીલાલ તેના વિશે કહ્યું કે જો અમારા ઘરે પ્રાંગ હોટ તો ભાવેશ સાથે જઘડો થાય આમ આ વાત આરોપી સુધી પહોંચી જતાં ફરિયાદીના દીકરા જેન્તીલાલ સાથે માથાકૂટ કરી હતી જેનો ખાર રાખી આરોપી લાકડી લઈને ફરિયાદીના ઘરે જઈને ગાળો બોલવા લાગ્યો અને પથ્થરના ઘા કરી ભાનુબેન અને દીકરા અશ્વિન ઉર્ફે અશોકને ઇજા કરી હતી અને જાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા માળીયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે