R R Gujarat

ટંકારાના ગાયત્રીનગરમાં વાડીના રસ્તામાં પાણી નિકાલ બાબતે માથાકૂટનો ખાર રાખી મારામારી

ટંકારાના ગાયત્રીનગરમાં વાડીના રસ્તામાં પાણી નિકાલ બાબતે માથાકૂટનો ખાર રાખી મારામારી


ગાયત્રીનગરમાં આવેલ હનુમાન દાદા મંદિર પાસે અગાઉ વાડીના રસ્તામાં પાણીના નિકાલ બાબતે માથાકૂટ અને ઝઘડો થયો હતો જેનો ખાર રાખી બે ઇસમોએ આધેડને માર મારી ઈજા કરી ગર્ભિત ધમકીઓ આપી હતી
ટંકારા મઠવાળી શેરીમાં રહેતા ગોવિંદભાઈ રણછોડભાઈ લો (ઉ.વ.૫૦) આરોપીઓ દિલીપભાઈ છગનભાઈ ઘેટિયા અને છગનભાઈ રાઘવજીભાઈ ઘેટિયા રહે બંને ટંકારા ગાયત્રીનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી દિલીપ સાથે પાંચ છ દિવસ પહેલા વાડીના રસ્તામાં પાણીના નિકાલ બાબતે ઝઘડો થયો હતો જે ઝઘડાનો ખાર રાખી આરોપી દિલીપ અને છગનભાઈ બંને ગાયત્રીનગર હનુમાન દાદા મંદિર પાસે ફરિયાદી ગોવિંદભાઈને લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી હતી તેમજ ગર્ભિત ધમકીઓ આપી હતી ટંકારા પોલીસે બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે