R R Gujarat

હળવદના સુસવાવ ગામની સીમમાં વાડીના ગેટેથી જવા બાબતે માથાકૂટ

હળવદના સુસવાવ ગામની સીમમાં વાડીના ગેટેથી જવા બાબતે માથાકૂટ

 

હળવદ તાલુકાના સુસવાવ ગામે વાડીના ગેટેથી ટ્રેક્ટર લઈ જવાની ના પાડી બોલાચાલી કરી જઘડો થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મહિલાઓ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

હળવદના સુસવાવ ગામની રેડા પાટી વિસ્તારની સીમમાં રહેતા વિરાભાઈ દુદાભાઈ પીપરોતર આરોપીઓ સવદાસ દુદા પીપરોતર, જાજીબેન સવદાસ પીપરોતર અને નિતાબેન કમલેશ પીપરોતર રહે ત્રણેય સુસવાવ વાળા સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદી અને આરોપી સવદાસની બાપદાદાની ખેતીની જમીન હોય જે જમીન બંનેના ભાગે અડધી આવી છે અને ફરિયાદી વાડીમાં જવાનો રસ્તો આરોપીની વાડીના ગેટેથી જતો હોય જેથી વાડીમાં ગેટેથી ટ્રેક્ટર લઈ જવાની ના પાડી બોલાચાલી કરી હતી

આરોપીઓએ ધોકાનો ઘા મારી ફરિયાદીને માથાના અને પડખાના ભાગે ઇજા કરી હતી તેમજ બંને મહિલા આરોપીઓએ ક્રિકેટ બેટ વડે અને ધોકા વડે માર મારી ઇજા કરી હતી હળવદ પોલીસે મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે