R R Gujarat

હળવદના પલાસણ ગામની સીમમાં પથ્થર વડે માથામાં ઘા કરી આધેડની હત્યા

હળવદના પલાસણ ગામની સીમમાં પથ્થર વડે માથામાં ઘા કરી આધેડની હત્યા

 

પોલીસે એક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે હત્યા જેવા ગંભીર ગુનાઑ છાશવારે બની રહયા છે હજુ તો મોરબીમાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલી પોલીસે આરોપીને જડપી લીધા છે ત્યારે હળવદના પલાસણ ગામની સીમમાં આધેડની હત્યા થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

હળવદના પલાસણ ગામમાં રહેતા વિજય તળશીભાઈ વિઠલાપરાએ આરોપી જાલાભાઈ રામાભાઇ ભરવાડ રહે પલાસણ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતાજી તળશીભાઈને આરોપી સાથે અગાઉ બોલાચાલી થઈ હતી જે બાબતનું મનદુખ રાખી ગામની સીમમાં પથ્થર વડે માથાના ભાગે જીવલેણ ઇજા કરી મોત નિપજાવી હત્યા કરી હતી હળવદ પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે