R R Gujarat

હળવદના ગોલાસણ ગામની સીમમાં વાડીના શેઢે જુગાર રમતા ૧૨ ઝડપાયા

હળવદના ગોલાસણ ગામની સીમમાં વાડીના શેઢે જુગાર રમતા ૧૨ ઝડપાયા


ગોલાસણ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૧૨ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧.૬૧ લાખ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગોલાસણ ગામની સીમમાં વાડીના શેઢે જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા ભાવેશ મનુભાઈ ખાંભડીયા, મેહુલ જેરામભાઈ રાતૈયા, મુકેશ પ્રભુભાઈ દઢેયા, બેચર રઘુભાઈ ચડાણીયા, જેરામ મેરાભાઈ ચરમારી, રાયધન ચંદુભાઈ ખાંભડીયા, સંજય ગેલાભાઈ ખાંભડીયા, દીપક કેશાભાઇ વરાણીયા, કુકાભાઈ જગાભાઇ પંચાસરા, રમેશ લખમણભાઈ વડેચા, રમેશ રણછોડભાઈ ચારોલા અને મહેશ ઉર્ફે મલો ખીમાભાઈ રાતૈયા એમ ૧૨ ને ઝડપી લઈને રોકડ રૂ ૧,૬૧,૨૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે