હાલ યુવાધનમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ દ્વારા નશાકારક વસ્તુઓ લેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતનું ગૃહ વિભાગ હવે સફાળું જાગ્યુ છે. કેટલાક યુવાઓ દ્વારા કરવામાં આવતા નશાને રોકવા માટે તાત્કાલિક નિર્ણય લીધો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS)ની કલમ 163(2) અને 163(3) હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે.
મોરબી જીલ્લાના ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નશાકારક ગોગો સ્ટીક તથા રોલીંગ પેપરનું વેંચાણ કરતા બે ઈસમો મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમ દ્વારા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરેલ છે.
મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેઈડ કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બે ઈસમો પાસેથી નશાકારક ગોગો સ્ટીડ નંગ-૫૧ તથા રોલીંગ પેપર નંગ-૨૫ કબ્જે કરી આરોપી એજાજભાઈ ગનીભાઈ જુણાય (ઉ.વ.૩૫), રહે. મેમણશેરી, ટંકારા તથા ઈકબાલભાઈ આદમભાઈ માડડીયા (ઉ.વ.૫૧), રહે. સંધીવાસ, ટંકારાવાળા વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ હેઠળ ટંકારા પોલીસ રસ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


