R R Gujarat

ગુજરાત આવતીકાલે ધો 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર, જાણો કેવી રીતે જોઈ શકાશે પરિણામ ?

ગુજરાત આવતીકાલે ધો 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર, જાણો કેવી રીતે જોઈ શકાશે પરિણામ ?

પરીક્ષાઓ (Board Exams) ચૂંટણી પહેલા જ પુરી કરવામાં આવી છે. આ સાથે જ હવે પરિણામો પણ આવવાની શરૂઆત થઇ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ (Gujarat Board) દ્વારા આજે ધોરણ 12ના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ (Exam Result)ને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે સવારે આ પરિણામ જાહેર થવા જઇ રહ્યું છે. સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આવતીકાલે સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ ઉપર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઇ શકશે.