મોરબી શહેરમાં ફેશન અને પરંપરાગત વસ્ત્રોના શોખીનો માટે એક વિશેષ અવસર આવી રહ્યો છે. આગામી 27 અને 28 ફેબ્રુઆરી 2026ના રોજ “સ્વયમ – Women Wear Exhibition”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
આ એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપાર-ધુનડા રોડ પર આવેલ ઇન્દ્રપ્રસ્થ ફાર્મ ખાતે કરવામાં આવ્યું છે, જ્યાં વિશાળ વિઝિટર એરિયાની સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે. પ્રદર્શનમાં દેશભરના ડિઝાઇનર મહિલા વસ્ત્રો, ટ્રેડિશનલ અને ટ્રેન્ડી કલેકશન જોવા મળશે, જે ફેશન પ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
આયોજકો દ્વારા ખાસ જાહેરાત કરવામાં આવી છે કે એક્ઝિબિશનમાં આવનાર પ્રથમ 100 ગ્રાહકોને આકર્ષક ફ્રી ગિફ્ટ આપવામાં આવશે. સાથે જ વેપારીઓ માટે સ્ટોલ બુકિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
સ્ટોલ બુકિંગ અથવા વધુ માહિતી માટે 99782 00033 અથવા 81401 26637 પર સંપર્ક કરી શકાય છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર @Swayam_exhibition ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પણ માહિતી મેળવી શકાય છે.
મોરબી અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે આ એક્ઝિબિશન ખરીદી સાથે-साथ ફેશનનો નવો અનુભવ આપશે તેવું આયોજનકારોનું માનવું છે.



