R R Gujarat

મોરબી દુકાન માંથી જુગારધામ ઝડપાયું 

મોરબી દુકાન માંથી જુગારધામ ઝડપાયું 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના રામચોકમાં કે.કે.સ્ટીલ વાળી શેરીમા સિધ્ધાર્થ શોપીંગ મોલમાં બીજા માળે આવેલ દુકાનમા બહાર થી માણસો બોલાવી આરોપી ક્રુષ્ણસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નાલ ઉઘરાવી જુગાર રમાડતા હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી (1) ક્રુષ્ણસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (2) વિશાલભાઇ ઉર્ફે લાલો ભાલુભાઇ બાંભવા (3) ભવ્યરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા (4) યશભાઇ અરવિંદભાઈ ગૌસ્વામી (5) મનસુખભાઇ ડાયાભાઇ જીલરીયા (6) આશીફભાઇ તૈયબભાઇ અધામ (7) હરેન્દ્રસિંહ ઉર્ફે રાજવિરસિંહ દિગ્વિજયસિંહ ઉર્ફે દીલિઉપસિંહ ઝાલા (8) અર્જુનભાઈ ભરતભાઇ ગજેરા (9) દિગ્વિજયસિંહ અનોપસિંહ રાઠોડ (10) મયુરસિંહ હરપાલસિંહ જાડેજા (11) સોહીલભાઇ દાઉદભાઇ સુમરા (12) સુરેશભાઇ દિનેશભાઇ માજુસા (13) રાજદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા અને (14) અલીભાઇ ગુલામભાઇ ચાનીયા તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે દરોડા સ્થળેથી રોકડા રૂપિયા 1,21,900 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.