R R Gujarat

મોરબીના મીરા પાર્ક માંથી ૪ કિલો ૮૦ ગ્રામ પોસડોડાના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબીના મીરા પાર્ક માંથી ૪ કિલો ૮૦ ગ્રામ પોસડોડાના જથ્થા સાથે એક ઝડપાયો

શહેરના વાવડી રોડ પર આવેલ મીરાં પાર્કના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે ૪ કિલો ૮૦ ગ્રામ માદક પદાર્થ પોસડોડાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઈને ૨૪,૨૪૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે


મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાવડી રોડ પર મીરાં પાર્ક શેરી નં 3 માં રહેતા જેન્તીભાઈ બોપલીયાના મકાનમાં ગેરકાયદે માદક પદાર્થ પોસડોડાનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી જેથી ટીમે આરોપીના મકાનમાં રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી માદક પદાર્થ પોસડોડાનો જથ્થો ૪ કિલો ૮૦ ગ્રામ કીમત રૂ ૧૨,૨૪૦ કાળા કલરના ઝભલા નંગ ૮૦ મોબાઈલ ફોન નંગ ૦૧ કીમત રૂ ૨૦૦૦, ઇલેક્ટ્રિક વજન કાંટો ૧ નંગ કીમત રૂ 500 અને પોસડોડા વેચાણના રૂપિયા ૯૫૦૦ સહીત કુલ રૂ ૨૪,૨૪૦ નો જથ્થો જપ્ત કરી આરોપી જેન્તીભાઈ ઉર્ફે જનકભાઈ માવજીભાઈ બોપલીયા (ઉ.વ.૫૦) વાળાને ઝડપી લઈને એન.ડી.પી.એસ એક્ટની કલમ ૮ (સી), ૧૫ (બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે