R R Gujarat

કચ્છ સુરજબારી પુલ નજીક ટેન્કર, ટ્રક અને ફોર વ્હીલમાં આગ લાગતા ચારના મોત, પાંચ સારવારમાં

કચ્છ સુરજબારી પુલ નજીક ટેન્કર, ટ્રક અને ફોર વ્હીલમાં આગ લાગતા ચારના મોત, પાંચ સારવારમાં


કચ્છ મોરબી નેશનલ હાઈવે પર સુરજબારી પુલ પાસે ટેન્કર, ટ્રક અને કારમાં આગ લાગી હતી જે બનાવમાં બાળકો સહીત ચાર વ્યક્તિના મોત થયાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે તેમજ અન્ય પાંચ જેટલા લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે
કચ્છ હાઈવે પર સુરજબારી ટોલ પ્લાઝા નજીક અકસ્માત બાદ ટેન્કર, ટ્રક અને કારમાં આગ લાગી હતી બનાવની જાણ થતા મોરબી અને ભચાઉ ફાયરની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા તેમજ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી જેમાં ૫ બાળકો અને બે ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી તો ચાર વ્યક્તિના મોત થયા છે સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ બે બાળકો સહીત ચાર વ્યક્તિના મોત થયા છે