R R Gujarat

મોરબીના માર્કેટિંગ યાર્ડ નજીક અગાઉની બોલાચાલીનો ખાર રાખી ચાર ઇસમોએ યુવાનને માર માર્યો

મોરબીના માર્કેટિંગ યાર્ડ નજીક અગાઉની બોલાચાલીનો ખાર રાખી ચાર ઇસમોએ યુવાનને માર માર્યો

 

માર્કેટિંગ યાર્ડ નજીક puc સેન્ટર પાસે જઈને ચાર ઇસમોએ 30 વર્ષના યુવાનને માર મારી ધોકા વડે માથાં ઇજા કરી હતી અને શરીરે ઢીકા પાટૂ માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

મોરબીના શનાળા રોડ પર ગપીની વાડીમાં રહેતા ગૌતમભાઈ પોપટભાઈ ડાભીએ આરોપીઓ જેરામ પરષોતમ પરમાર, અંકિત જેરામ પરમાર, ભાગવનજી પરષોતમ પરમાર અને દિનેશ ભગવાનજી પરમાર એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના પત્નીને આરોપી અંકિત પરમાર અગાઉ ફોન કરતો હતો જે બાબતે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખીને ચારેય આરોપીઓ શનાળા રોડ પર યાર્ડ નજીક આવેલ બાલાજી પિયુસી સેન્ટર દુકાન પાસે આવી લાકડાના ધોકા વડે માથામાં મારી ઇજા કરી તેમજ ઢીકા પાટૂ માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી સિટી એ ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે