ચરાડવા ગામની સીમમાં આવેલ વાડીમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને હળવદ પોલીસે રોકડ રૂ ૬૭,૩૭૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચરાડવા ગામની સીમમાં આરોપી વિજય છગન માકાસણાની વાડીમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી વાડીમાં જુગાર રમતા વિજય છગન માકાસણા, રણછોડ રવજીભાઈ સોનગ્રા, ધર્મેશ નારાયણભાઈ સોંનગ્રા અને જયુભા રાણાભાઇ મારૂ એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૬૭,૩૭૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ ફરિયાદ નોંધી છે
