R R Gujarat

હળવદ જીઆઈડીસીમાં યુવાનની હત્યા કરવાના ગુનામાં ચાર આરોપીને આજીવન કેદની સજા

હળવદ જીઆઈડીસીમાં યુવાનની હત્યા કરવાના ગુનામાં ચાર આરોપીને આજીવન કેદની સજા


એક આરોપીનું કેસ ચાલ્યા દરમિયાન મોત, ચાર આરોપીને આજીવન કેદની સજા
હળવદ જીઆઈડીસીમાં યુવાન સાથે માથાકૂટ કરી છરી વડે ઈજા પહોંચાડી હત્યા કરી હતી જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ચાર આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે ગુનામાં સંડોવાયેલ એક આરોપીનું મોત થયું છે જેથી એબેટ થયેલ છે મોરબી સેન્સસ જજ દ્વારા ચાર આરોપીને આજીવન કેદની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે
હળવદ જીઆઈડીસીમાં મારામારીની ઘટના બની હતી ગત તા. ૧૪-૦૩-૨૦૨૧ ના રોજ હળવદ જીઆઈડીસી ખાતે ઉમરભાઈ કાસમભાઈ સાથે આરોપી આરીફ મશ્કરી કરી ઝઘડો કરતો હતો જેથી મૃતક અવેશ કાસમ સમજાવવા જતા આરોપીઓએ છરી વડે જીવલેણ ઈજા કરી અને મોત નીપજાવી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી હળવદ પોલીસે આરોપીઓ આરીફભાઈ મહેબુબ જામ, હૈદર નુરમહમદ મોવર, ગફુર ઈસાભાઈ કાજેડીયા, અબ્દુલ ઈસાભાઈ કાજેડીયા અને કાસમ ઈસાભાઈ કાજેડીયા એમ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી
જે કેસ મોરબી સેશન્સ કોર્ટમાં ચાલી જતા પી પી વી સી જાની સાહેબની દલીલો અને રજુ કરેલા પુરાવાઓને ધ્યાને લઈને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ પી વી શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી જતા કેસ કાર્યવાહી દરમીયાન આરોપી અબ્દુલ કાજેડીયાનું મોત થતા એબેટ થયેલ છે અન્ય આરોપી આરીફ મહેબુબ જામ, હૈદર નુરમહમદ મોવર, ગફુર ઈસા કાજેડીયા અને કાસમ ઈસા કાજેડીયાને ઈપીકો કલમ ૩૦૨ ના ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ અને પ્રત્યેક આરોપીને રૂ ૧૪,૦૦૦ દંડ ફટકાર્યો છે આરોપીઓએ તમામ સજા એકસાથે ભોગવવાની રહેશે