R R Gujarat

સોશ્યલ મીડિયામાં હથિયાર સાથે ફોટો અપલોડ કરવાનો શોખ મોંઘો પડ્યો, બે વિરુદ્ધ ફરિયાદ

સોશ્યલ મીડિયામાં હથિયાર સાથે ફોટો અપલોડ કરવાનો શોખ મોંઘો પડ્યો, બે વિરુદ્ધ ફરિયાદ


યુવાનો સોશ્યલ મીડિયામાં છવાઈ જવા માટે કાયદો પણ તોડતા અચકાતા નથી તાજેતરમાં સોશ્યલ મીડિયામાં એક ઇસમેં હથિયાર સાથે ફોટો પાડી પોસ્ટ મૂકી હતી જેને પગલે વાંકાનેર સીટી પોલીસે એક ઈસમને ઝડપી લીધો છે તેમજ લાયસન્સ ધારક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા વિશ્વરાજસિંહ પ્રવીણસિંહ ઝાલાએ આરોપી શાહરૂખ દાઉદ સરવદી રહે વાંકાનેર નવા રાતીદેવરી અને સમસુદીન મનવરહુશેન પીરઝાદા રહે ઝીંઝુડા તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી શાહરૂખે કોઈ હથિયાર પરવાનો કે લાયસન્સ ના હોવા છતાં સમાજમાં ભય ઉભો કરવાના ઈરાદે પોતાના શોખ ખાતર લાયસન્સ વગર બંદુક સાથેના ફોટો પાડી પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટમાં ફોટા અપલોડ કર્યા હતા અને આરોપી સમસુદીને લાયસન્સ વાળી બાર બોર બંદુક આરોપી શાહરૂખ પાસે હથિયાર પરવાનો ના હોવા છતાં તેને આપી લાયસન્સ ધારકની શરત ભંગ કરી હતી વાંકાનેર સીટી પોલીસે આરોપી શાહરૂખને ઝડપી લીધો છે અને અન્ય ઈસમને ઝડપી લેવા તપાસ ચલાવી છે