R R Gujarat

વાંકાનેરના તીથવા ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા

વાંકાનેરના તીથવા ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા


તીથવા ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૮,૪૭૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન તીથવા ગામે સ્ટ્રીટ લાઈટ અજવાળે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા ગોપીભાઈ ગોરધનભાઈ મકવાણા, રાજુભાઈ વાઘજીભાઈ સીતાપરા, અર્જુનભાઈ રઘુભાઈ અઘારા, દીપક રણછોડભાઈ ભવાણીયા અને જગદીશ પ્રવીણભાઈ સીતાપરા રહે બધા તીથવા તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૮,૪૭૦ જપ્ત કરી છે