R R Gujarat

મોરબીના ત્રાજપર ખારીમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા  

મોરબીના ત્રાજપર ખારીમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા  

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં રેડ કરી બી ડીવીઝન પોલીસે જાહેરમાં જુગાર રમતી મહિલા સહીત ને પાંચને ઝડપી લઈને રોકડ રકમ કબજે લીધી છે   

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બાતમીને આધારે ત્રાજપર ખારી વિસ્તારમાં રેડ કરી હતી  રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા સવજીભાઈ ભીમાભાઇ સરાણીયા, સોમાભાઈ અરજણભાઈ મકવાણા, લાભુભાઈ કાનજીભાઈ પાટડીયા, બેચરભાઈ કાળુભાઈ બારૈયા અને શારદાબેન સોમાભાઈ મકવાણા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૨૭૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે