વીરપર માટેલ રોડ પર ઓરડી પાછળ જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ અને ૫ મોબાઈલ સહીત ૨૭ હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે રીચ ચોકડી વીરપર માટેલ રોડ પર રેડ કરી હતી જ્યાં ઓરડી પાછળ જાહેરમાં જુગાર રમતા દિનેશ કાજુભાઈ જખાણીયા, બાબુ ધમાભાઇ સારલા, ઉમેશ વેલજીભાઈ બાવરવા, વજુ જોરૂભાઈ સાડમીયા અને રાજુ લાલજીભાઈ ચૌહાણ એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૯,૦૫૦ અને ૫ મોબાઈલ કીમત રૂ ૮૫૦૦ એમ કુલ રૂ ૨૭,૫૫૦ નો મુદામાલ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે


