R R Gujarat

મોરબીના ત્રાજપર રામજી મંદિર વાળી શેરીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબીના ત્રાજપર રામજી મંદિર વાળી શેરીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા


ત્રાજપર ખારીનમાં રામજી મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૧૬,૬૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપર ખારી રામજી મંદિર વાળી શેરીમાં બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા ચંદુભાઈ ગોવિંદભાઈ બારૈયા, દિનેશભાઈ નાથાભાઈ નગવાડીયા, વિનોદભાઈ બેચરભાઈ બારિયા, રમણીકભાઈ મોતીભાઈ મકવાણા અને સોમાભાઈ કાળાભાઈ બારીયા રહે બધા મોરબી ૨ વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૬,૬૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે