R R Gujarat

વાંકાનેરના નવા રાજાવડલા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેરના નવા રાજાવડલા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા


વાંકાનેરના નવા રાજાવડલા ગામે રેલ્વે ગરનાળા પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે નવા રાજાવડલા ગામે બ્રહ્મસમાજ સોસાયટી પાછળ રેડ કરી હતી રેલ્વે ગરનાળા પાસે જાહેરમાં જુગાર રમતા મુકેશ ભોગીલાલ શાહ, રફીક અબુભાઈ કાફી, પ્રવીણ મુળજીભાઈ ગેડીયા, જયેશ ઉર્ફે ભુરાભાઈ હરગોવિંદભાઈ મજેઠીયા અને મહમદ કરીમ લાખા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૬,૭૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે