નવા મકનસર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા છે પોલીસે પાંચ જુગારીને ઝડપી લઈને રોકડ રૂ ૧૫ હજાર જપ્ત કરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવા મકનસર ગામ મેઈન શેરીમાં બાતમીને આધારે રેડ કરી હતી શેરીમાં જાહેરમાં જુગાર રમતા શનીભાઈ લાભુભાઈ સુરેલા, રાયસિંગ નટુભાઈ દેગામાં, ગણેશ રઘુભાઈ ખોડિયા, રોહિત અશોકભાઈ ઝઝવાડિયા અને જગદીશ વારસિંગ સુરેલા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૫,૦૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
