મોરબી અને વાંકાનેર પંથકમાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં મહિલા અને યુવાન સહીત પાંચના મોત થયા છે તમામ બનાવો અંગે પોલીસે વધુ તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં મૂળ મધ્યપ્રદેશ હાલ વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં બાફીટ સેનેટરીમાં રહીને કામ કરતા કવિતાબેન રામચરણભાઈ વર્મા (ઉ.વ.૪૦) નામની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મૃતકના બાળકો વતનમાં હોવાથી તેની સાથે દિવાળીનો તહેવાર મનાવવા વતનમાં જવું હતું અને પતિએ થોડા સમય બાદ જશું તેવું કહેતા મનોમન લાગી આવતા ગળેફાંસો ખાઈ લીધાનું ખુલ્યું છે બીજા બનાવમાં ઉત્તરપ્રદેશના વતની અને હાલ વાંકાનેરના ઢુવા ગામની સીમમાં રહેતા કરનકુમાર વિનોદકુમાર કઠેરીયા (ઉ.વ.૩૨) નામના યુવાન ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે મૃતકની પત્ની પિતાને ત્યાં જતી રહી હતી અને દિવાળીના તહેવારમાં ફોન કરી પોતાની પાસે આવવાનું કહેતા ના આવતા મનોમન લાગી આવતા ગળેફાંસો ખાઈ લીધાનું ખુલ્યું છે
ત્રીજા બનાવમાં મહેન્દ્રનગર ચોકડીએ પ્રભુકૃપા રેસીડેન્સીના રહેવાસી ભીમજીભાઈ જેરામભાઈ કાલરીયા (ઉ.વ.૮૦) વાળા વૃદ્ધ હરિગુણ રેસીડેન્સી પાસે કુવામાં પડી જતા મોત થયું હતું ચોથા બનાવમાં વાંકાનેર નાગાબાવાની જગ્યા પાસે રહેતા પંકજભાઈ વિકાણીની છ વર્ષની દીકરી મનીષા મહેન્દ્રનગર કોસ્મો સિરામિક બાજુમાં કલરકામ ચાલતું હતું ત્યારે ભૂલથી કલરમાં નાખવાનું લીક્વીડ પી લેતા મોરબી બાદ રાજકોટ ખસેડાઈ હતી સારવારમાં બાળકીનું મોત થયું હતું પાંચમાં બનાવમાં ટીંબડી ગામે રહેતા વિજય તેજાભાઈ ગમારા (ઉ.વ.૨૭) નામના યુવાન ટીંબડી ગામમાં આવેલ રામદેવપીર મંદિરના શિખર પર કામ કરતા હતા ત્યારે અકસ્માતે પડી જતા માથામાં ઈજા પહોંચતા મૃત્યુ થયું છે પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે


