R R Gujarat

મોરબી-રાજકોટ હાઈવે પર ઘોડો છૂટો મુકતા તેના માલિક પર ગુનો નોંધાયો જાણો કેમ ?

મોરબી-રાજકોટ હાઈવે પર ઘોડો છૂટો મુકતા તેના માલિક પર ગુનો નોંધાયો જાણો કેમ ?


મોરબી રાજકોટ હાઈવે પર ઘોડાના માલિકે ઘોડો છૂટો મુક્ત હાઈવે પરથી બાઈક જતા બાઈક સાથે અથડાયો હતો અને બાઈક સવાર દંપતી પડી જતા ઈજા પહોંચી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં રહેતા રાજેશભાઈ કલ્યાણજીભાઈ ચૌહાણ (ઉ.વ.૪૭) વાળાએ યશદીપ અરવિંદભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાની માલિકીનો ઘોડો કોઈપણ જાતના દોરડા બાંધ્યા વગર મોરબી રાજકોટ હાઈવે પર અજંતા કારખાના પરકીન સામે છૂટો મુક્યો હતો અને ઘોડો દોડતા દોડતા ફરિયાદીના બાઈક જીજે ૦3 બીજે ૯૫૯૬ સાથે પાછળથી અથડાયો હતો જેથી બાઈક સવાર ફરિયાદી રાજેશભાઈ અને તેના પત્ની પીંકુબેન બંને પડી જતા ઈજા પહોંચી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ઘોડાના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે