સોશ્યલ મીડિયા લોકોને ઉપયોગી સાબિત થઇ રહ્યું છે તો અનેક લોકો તેનો દુરુપયોગ પણ કરતા હોય છે આવો જ કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે જેમાં એક ઇસમેં સગાઇ થઇ ગયેલ યુવતીના નામે આઈડી બનાવી ફોટો પર અભદ્ર લખાણ લખી વાયરલ કરી યુવતીની સગાઇ તોડાવવાનો પ્રયાસ કર્યો હતો
ટંકારાના રહેવાસી યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે યુવાનની સગાઇ મોરબી તાલુકાના ગામડામાં રહેતી યુવતી સાથે થઇ હતી અને માટેલ ગામે રહેતો આરોપી લાલજી રેવાભાઈ ટોટા નામના ઇસમેં યુવાનની મંગેતરના નામે આઈડી બનાવી ફોટો એડિટ કરી ચહેરા પર ઈમોજી મૂકી અભદ્ર લખીને પોસ્ટ કરી હતી જેથી આ અંગે મંગેતરે તેની જાણ બહાર કોઈએ ફોટાનો દુરુપ યોગ કરી ફેક આઈડી બનાવી ફોટો વાયરલ કર્યો છે તેવું જણાવ્યું હતું તેમજ ફેક આઈડીથી ફરિયાદીના મંગેતરને પણ ઈન્સટાગ્રામ આઈડી પર મેસેજ કરી હેરાન પરેશાન કરી ખરાબ મેસેજ કરતો હોવનું જણાવ્યું હતું અને ફોટો વાયરલ કરી સગાઇ તોડવાનો પ્રયત્ન કર્યો હતો મોરબી તાલુકા પોલીસે આરોપી આરોપી લાલજી રેવાભાઈ ટોટા રહે માટેલ તા. વાંકાનેર વાળા વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે