રેલ્વે સ્ટેશન રોડ પરની સોસાયટીમાં રહેતા યુવાનને મોટર ચાલુ કરતી વખતે વીજશોક લાગતા યુવાનનું મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરની સ્વપ્નલોક સોસાયટી રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા હાર્દિકભાઈ રાજુભાઈ રાતડીયા (ઉ.વ.૨૨) નામના યુવાન પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગતા યુવાનને સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે