R R Gujarat

મોરબીના ઘૂટું ગામે જનકપૂરી સોસાયટીમાં જુગાર રમતા આઠ ઝડપાયા, રૂ ૩૭,૫૮૦ જપ્ત

મોરબીના ઘૂટું ગામે જનકપૂરી સોસાયટીમાં જુગાર રમતા આઠ ઝડપાયા, રૂ ૩૭,૫૮૦ જપ્ત


ઘૂટું ગામે આવેલ જનકનગરી સોસાયટીમાં ચોકમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૩૭,૫૮૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઘૂટું ગામે જનકપૂરી સોસાયટીના ચોકમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રમેશ લાલજીભાઈ અદગામાં, વાલજી કરશનભાઈ પરેચા, રવિ રમેશભાઈ અદગામા, પ્રવીણ રમેશભાઈ દંતેસરીયા, જયસુખ ચુનીલાલ સુરેલા, દેવજી રમેશભાઈ વીંઝવાડિયા, જગદીશ દયારામ અદગામા અને પીયુષ દયારામભાઈ સોરીયા રહે બધા ઘૂટું વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૩૭,૫૮૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે