ટીંબડી ગામ નજીક અવારનવાર અકસ્માતો સર્જાતાં રહે છે જેમાં તાજેતરમાં ડમ્પરની ઠોકરે બાઇક ચાલક આધેડનું મોત થયું હતું જે બનાવ અંગે મૃતકના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી છે
મોરબીના નવી ટીંબડી ગામે રહેતા મનોજભાઇ ગોવિંદભાઇ ભરવાડ (ઉ.વ.30) વાળાએ ડમ્પર જીજે 13 એડબલ્યુ 8146 ના ડ્રાઈવર વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. 20 ના રોજ ટીંબડી ગામ નજીકથી ફરિયાદીના પિતાજી ગોવિંદભાઇ ડાયાભાઈ જાપડા બાઇક જીજે 36 એન 5677 લઈને જતાં હતા ત્યારે ડમ્પર ચાલકે બાઇકને ઠોકર મારી અકસ્માત કર્યો હતો જેમાં ફરિયાદીના પિતા ગોવિંદભાઇને ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે