મોરબીના નવા ઘુંટુ ગામ નજીક યુવાન બાઇક લઈને જતો હતો અને સામેથી આવતા ડમ્પરના ચાલકે બાઇકને હડફેટે લીધું હતું જે અકસ્માતમાં બાઇક ચાલક 20 વર્ષના યુવાનનું મોત થયું હતું
મોરબીના નવલખી રોડ પર ધુતારી વિસ્તારમાં રહેતા કિશોરભાઇ અમરશીભાઈ અગેચણીયાએ ડમ્પર જીજે 36 વી 5051 ના ચાલક સામે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદીના દીકરા વિશાલ બાઇક જીજે 36 એઇ 1041 લઈને ઘુંટુ રોડ પર આઈટીઆઈ પાસેથી જતો હતો ત્યારે ડમ્પર ચાલકે બાઇકને સામેથી ભટકાડી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ફરિયાદીના દીકરા વિશાલ (ઉ. વ.20) ને ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ થયું હતું અને પાછળ બેસેલ અભયને ઈજમાં પહોંચી હતી અકસ્માત બાદ ટ્રક સ્થળ પર મૂકીને ચાલક નાસી ગયો હતો મોરબી સિટી બી ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી છે