નાના દહીંસરા ગામ નજીક બાઇકમાં બે યુવાન જતાં હતા ત્યારે કાર ચાલકે પાછળથી બાઇકને ટક્કર મારી પછાડી દીધા હતા જે અકસ્માતમાં એક યુવાનને ઇજા પહોંચી હતી તો એકને શરીર અને માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું
માળીયા (મી.) ના વવાણીયા ગામે રહેતા મહેશ ઉર્ફે મસો બાબાભાઈ ખીટ ન યમન યુવાને કાર જીજે 36 એજે 5883 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 13 ના રોજ રાત્રિના પોણા અગિયાર વાગ્યાના સમયે ફરિયાદી મહેશભાઇ અને રાજેશભાઇ લખમણભાઈ વીરડા બંને બાઇક લઈને પીપળીયા ચાર રસ્તા તરફ જતાં હતા ત્યારે નાના દહીસરા ગામ નજીક કાર ચાલકે બાઇકને ઓવરટેક કરવા જતાં પાછળથી ટક્કર મારી હતી
જે અકસ્માતમાં બાઇક સવાર ફરિયાદી મહેશ ખીટ અને રાજેશ વીરડા બંને પડી જતાં ફરિયાદી મહેશને શરીરે ઇજા પહોંચી હતી તો શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા રાજેશભાઇનું મોત થયું હતું માળીયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે